ગુજરાતમાં સતત દિવસે ને દિવસે કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે હવે આંકડો છેક 13 હજારને પાર થઇ ગયો છે. રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ હવે વધારે વકરતી જાય છે. ગુજરાતમાં આજે 22 એપ્રિલ, 2021ના રોજ 13,105 નવા કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. તો બીજી બાજુ 5,010 દર્દીઓ સાજા થયા છે અને 137 દર્દીઓના મોત નિપજ્યા છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,55,875 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 78.41 થયો છે. તો રાજ્યમાં કુલ 1,08,59,073 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.
ગુજરાતમાં આજે 1,42,537 લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 53,393 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 81,836 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,51,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 17,07,297 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,08,59,073 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.