હાલ માં કોરોના કાળ માં રાજ્યની ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકોની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે નેતાઓ માં ભારે ઉતાવળ અને અટકળો છે ત્યારે લગભગ તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજવા માટેની વાતો વચ્ચે કોરોના સંક્રમણ માં પણ ચૂંટણીઓનું આયોજન કેવી રીતે કરવું તે અંગે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી કોમ્પ્રીહેન્સીવ પ્લાન મંગાવવામાં આવ્યો છે અને અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ માં અંદરખાને તૈયારીઓ પણ થઈ રહી છે.
રાજ્યનું ચૂંટણી તંત્ર આ માટે આગળ ની કામગીરી કરી રહ્યું છે અને પ્લાન બનાવી કેન્દ્ર ચૂંટણી પંચને મોકલશે.ચૂંટણીના કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તેવું આયોજન કેવીરીતે કરવું તે તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે.ત્યારે આગામી દિવસો માં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
