છેલ્લા ઘણાજ સમય થી સતત ચર્ચામાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને ગાંધીનગર સ્થિત તેઓના વસંત વગડા નિવાસસ્થાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા બાદ આજે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો અને કાલે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા NCPમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એટલું જ નહીં કોરોના દરમ્યાન સતત તેઓ અલગ અલગ વિસ્તારમાં કેટલાય લોકો ના સંપર્ક માં આવ્યા હતા.શંકર સિંહ બાપુ ને કોરોના થતા તેની નોંધ વડાપ્રધાને પણ લીધી છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કોરોના રિપોર્ટ અંગે વાત કરનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહજી વાઘેલાને કોવિડ -19 માટે ખાસ ફાળવવામાં આવેલી ગાંધીનગરના સેક્ટર 17 લોકેશન વાળી 108 એમ્બ્યુલન્સ વાન મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ કોરોના કાળ માં સતત ફરતા રહેતા શંકર સિંહ બાપુ ને કોરોના નું સંક્રમણ લાગતા તેઓ ને સ્ટર્લિંગ માં ખસેડવામાં આવ્યા છે.
