અમદાવાદઃ ગુજરાતમાં અગાઉ કોરોના વાયરસનું એપી સેન્ટર બનેલા અમદાવાદ શહેરમાં હાર્ટ ઇમયુનિટીના મામલે ફરી વખત ત્રીજો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ હાર્ડ ઇમ્યુનિટી અંગે અમદાવાદ શહેરમાં બે સર્વે થઇ ચૂક્યા છે. અમદાવાદમા હર્ડ ઇમ્યુનીટી અગાઉ કરતા વધારે છે કે ઓછી તેનો ખ્યાલ આ સર્વેમાં માલુમ પડશે. હાર્ડ ઇમ્યુનિટી અંગેના આ સર્વેનો રિપોર્ટ આગામી થોડા દિવસમાં જાહેર કરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હર્ડ ઇમ્યુનીટીને લઇને ત્રીજો સર્વે શરૂ કર્યો છે. તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર એન્ટિબોડી ટેસ્ટ ચાલી રહ્યા છે. જ્યાં કોઇ પણ નાગરિક પોતાના શરીરમાં એન્ટીબોડી જનરેટ થયા છે કે નહીં તેનો ટેસ્ટ કરાવી શકે છે. થર્ડ રીપોર્ટ આવ્યા બાદ હર્ડ ઇમ્યુનિટીમા વધારા ઘટડા અંગે ખ્યાલ આવશે.
અમદાવાદ શહેરમાં પ્રથમ સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઈમ્યુનિટીનો પાવર 17 ટકા હતો. બીજા સર્વેમા હર્ડ ઈમ્યુનિટીનો પાવર 23 ટકાની આસપાસ હતો. AMC દ્વારા પ્રથમ સર્વેમાં 25થી 30 હજાર સ્થાનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં 17 ટકાની આસપાસ હર્ડ ઈમ્યુનિટી નોંધાઈ હતી. ત્યારબાદ 15 ઓગસ્ટથી બીજા સર્વેની શરૂઆત થઈ હતી. જેમાં 10 હજારથી વધુ લોકોના એન્ટિબોડી ટેસ્ટ થતાં હર્ડ ઈમ્યુનિટી 23 ટકાની આસપાસ નોંધાઈ હતી.
દેશ અને દુનિયામાં જીવેલણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે અને તેના બચવા માટે લોકો રોગ પ્રતિકારક શક્તિ એટલે કે વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત છે તેઓ કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે છે અને જો સંક્રમણ લાગી જાય તો જલ્દીથી સાજા થવાની સંભાવનાઓ વધારે હોય છે.