કોરોના માં હવે સીઝનલ ધંધા પણ પડી ભાંગ્યા છે અને વેપારીઓ બરબાદ થઈ રહ્યા છે ત્યારે ઉત્તરાયણ માં પતંગ અને દોરીના વેપારમાં પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે બજાર માં મંદી નો માહોલ જોવા મળી રહ્યો હતો.
આ વખતે વેપાર માં 50 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોના ઉપરાંત કર્ફ્યૂ પણ હોવાથી, રાત્રે પતંગ દોરા નો ધંધો થતો નથી. હવે માત્ર રવીવારની રજા પર જ વેપારીઓનો આધાર છે. ઉપરથી આ વર્ષે વેપાર ઓછો હોવા છતાં 10 ટકા જેટલા દોરીના ભાવ વધ્યા છે. જ્યારે પતંના હોલસેલના ભાવ 10થી 15 ટકા વધ્યા છે. જેથી કેટલાક હોલસેલ વેપારીઓ ઓછું માર્જિન લઈને પણ પતંગ અને દોરાનું વેચાણ કરી રહ્યા છે.
બજારમાં અત્યારે કોરોનાને લઈ અલગઅલગ પ્રકારની પતંગ અને દોરીની કિટ મળી રહી છે. જેમાં એક ફિરકી, 10 પતંગો, ગુંદર સાથે ગ્લવ્સ ઉપરાંત તેની અંદર સેનિટાઈઝરના પાઉચ અને એક માસ્ક પણ છે. ખાસ કરીને નાના બાળકો માટે આ કિટ બનાવવામાં આવી રહી છે. જેનું બજારમાં મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત કોરોનાનો મેસેજ આપતા પતંગોની ડિમાન્ડ પણ આ વખતે જોવા મળી રહી છે. જેમાં પતંગો પર જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો મેસેજ જોવા મળી રહ્યો છે.આમ કોરોના માં ટ્રેંડ બદલાયો છે.
