ગુજરાતમાં ગત રોજ શનિવારના દિવસે 9541 નવા કેસો આવ્યાં હતાં કે જે 10 હજારને નજીક આવી પહોંચ્યા હતાં ત્યારે આખરે આજ રોજ રવિવારના નોંધાયેલા નવા કેસનો આંકડો 10 હજારને પાર થઇ ગયો છે. આજ રોજ રાજ્યમાં કોરોનાના નવા 10,340 કેસો નોંધાયા છે. જેને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આજે મોતનો આંકડો પણ 100 ને પાર થઇ ગયો છે. એટલે કે આજ રોજ નવા 110 લોકોના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 3694, સુરતમાં 2425 અને રાજકોટમાં 811 નવા કેસો નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 110 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 28-28, રાજકોટમાં 11 અને વડોદરામાં 10 દર્દીઓ સહિત આજ રોજ નવા 110 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5377 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3981 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3,37,545 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 61,647 એ પહોંચી છે. જ્યારે 329 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 61,318 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.