કોરોના ની હાડમારી માં 20 ઓક્ટોબરે ચેપગ્રસ્ત બનેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા હાલ સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં છે, ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળે છે. તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નરેશ કનોડિયાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. જોકે જયારે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઈને ધૂમ મચાવી હતી અને કોરોના મામલે પોતાની આ રીતે પ્રતિક્રિયા આપતા તેઓ લાઈટ માં આવ્યા હતા અને હવે તેઓ કોરોના નો ભોગ બનતા કોરોના ને મજાક માં ન લેવા અને પૂરેપૂરી કેર રાખવા માટે લોકો ને આ ઉદાહરણ પૂરતું હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
