ગુજરાતમાં સતત દિવસે ને દિવસે કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે આજ રોજ સોમવારના ફરી કોરોનાના નવા 14,340 કેસ નોંધાયા છે. રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ વધારે ને વધારે વકરતી જઇ રહી છે. લોકો સ્વેચ્છાએ લોકડાઉન લગાવી રહ્યાં છે. 14,340 કેસની સામે આજે 7,727 દર્દીઓ સાજા થયા છે તો આજે મોતની સંખ્યા 158 એ પહોંચી છે. જો કે તમને જણાવી દઇએ કે ગત રોજ પણ મોતનો આંકડો 157 હતો જે વધીને માત્ર 158 થયો છે એટલે કે થોડી રાહત જરૂર મળી છે પરંતુ રાજ્યમાં હવે ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાંકી પડી રહી છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,82,426 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 74.93 થયો છે. તો રાજ્યમાં કુલ 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.
તમને જણાવી દઇએ કે, હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક 1,21,461 થયો છે તો વેન્ટિલેટર પર 412 લોકો છે, જ્યારે 1,21,049 હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુઆંક 6,486 એ પહોંચ્યો છે.