ગુજરાતમાં સતત કોરોનાના કેસો પણ ઘટી રહ્યાં છે તો બીજી બાજુ મોતની સંખ્યા પણ હવે ઘટી ગઇ છે. એવામાં રાજ્યમાં આજ રોજ છેલ્લાં 24 કલાકમાં નવા 3085 કેસ નોંધાયા છે તો માત્ર 36 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 10,007 દર્દીઓએ કોરોનાને માત આપી છે. એટલે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.82 ટકાએ પહોંચ્યો છે. એટલે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને હવે 100 ટકાએ પહોંચવા આવ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,32,748 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,701 નોંધાયો છે. રાજ્યમાં આજે કુલ 2 લાખ 19 હજાર 913 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે રસીકરણના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 55 હજાર 548 એક્ટિવ કેસો, 594 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 54 હજાર 954 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9701 એ પહોંચી છે.
તમને જણાવી દઇએ કે, કોરોનાના પ્રવર્તમાન એપીડેમીકમાં રાજ્યભરમાં મ્યુકોરમાઈકોસિસના કેસો સામે આવી રહ્યા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ ૧૮૯૭ અન્ય વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી ૧૧ તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.