કોરોના ની મહામારી માં યોજાનાર વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર પેટાચૂંટણી ચૂંટણી મોકૂફ રાખવા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.
રાધનપુરના સામાજિક કાર્યકર ફરસુ ગોકલાણીએ હાઇકોર્ટમાં કરેલી અરજી માં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે 29મી જૂને અનલૉક 2 જાહેર કરીને માર્ગદર્શિકા તૈયાર કરી છે તેમા પણ સામાજીક -રાજકીય મેળાવડા, ધાર્મિક સરઘસો, રેલીઓ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને અનુલક્ષીને કોર્ટે રથયાત્રા પર પણ રોક લગાવી હતી. આ સંજોગોમાં ચૂંટણી યોજાશે તો મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક લોકો કોરોના નો ભોગ બની શકે તેમ છે.વર્તમાન સંજોગો જોતા હાલતો ચૂંટણી કરતા કોવિડ-19ના ટેસ્ટ સેન્ટર વધારવાની જરૂર છે મતદાન મથક નહીં. જો ચુંટણીઓ થશે તો કોરોનાના સંક્રમણને વધતું રોકવાના સરકારના ત્રણ મહિના ના લોકડાઉન ના પ્રયત્નો એળે જશે તેમ જણાવાયુ છે.
