ગુજરાત માં આગામી 23 મી નવેમ્બરે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર મક્કમ છે ત્યારે શાળા સંચાલકો અને તબીબો ના મતે શાળા ખુલવાથી કોરોના વકરવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે એટલું જ નહી પણ 90 ટકા વાલીઓ પોતાના બાળક ના જીવ માટે કોઈપણ રિસ્ક લેવા તૈયાર નથી,કારણ કે જ્યારે કોરોના થોડો કાબુ હેઠળ હતો ત્યાં સુધી બધું બરાબર હતું પણ હાલ રાજ્ય માં સરેરાશ એક હજાર કેસ નોંધાઇ રહ્યા છે,દિવાળી અને ચુંટણીઓ પુરી થતાંજ કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે ત્યારે શાળા ખુલે તો સંક્રમણ વધતા બાળકો ના જીવ ને જોખમ ઉભું થઈ શકે છે અને કોરોના થી સંક્રમિત બાળકો ને સારવાર દરમિયાન એકલા રાખી શકાય નહિ તેવે સમયે સારવાર સમયે વાલી સાથે કેવી રીતે રહી શકે વગરે મુસીબતો ઉભી થઇ શકે અને અંધાધૂંધી ફેલાવાનો ડર અને શકયતા રહેલી હોય સરકારે આ બધા પાસા પણ વિચારવા પડે અને તેવી તૈયારી રાખવી પડે તેવી સ્થિતિ વચ્ચે શાળા સંચાલક મંડળનું મોટુ નિવેદન સામે આવ્યું છે. શાળા સંચાલકોનું કહેવું છે કે, શાળાઓ શરુ કરવાના નિર્ણય અંગે પુનઃવિચાર કરવો જોઈએ. 23 નવેમ્બરથી શાળાઓ શરુ ન કરવી જોઈએ અને કોરોના ની સ્થિતિ સુધરતી જણાય તો 2 સપ્તાહ બાદ શાળાઓ શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
હાલ માં દેશ ની રાજધાની દિલ્હી સહિત રાજ્ય માં કોરોના ની સ્થિતિ વિકટ બની છે ત્યારે શાળા ખોલવાનો નિર્ણય ઉતાવળિયો સાબિત થવાનું જોખમ ઉભુ થયું છે અને કદાચ શાળાઓ ચાલુ થશે તો પણ મોટાભાગ ના વાલીઓ લેખિત પરમિશન આપવાના મૂડ માં નથી.
