કોરોના ની મહામારી વચ્ચે દેશમાં સૌ પ્રથમવાર સંઘપ્રદેશની કોલેજો આજથી શરૂ થઇ રહી છે.દમણ-દીવ અને દાદરાનગર હવેલીની તમામ કોલેજો આજે તારીખ 7 ડિસેમ્બરથી શરૂ થઈ જશે. કોરોના અને લોકડાઉન બાદ દેશમાં સૌપ્રથમવાર આ સંઘપ્રદેશમાં કોલેજ શરૂ થઈ રહી છે જેની આખા દેશ માં નોંધ લેવામાં આવી છે, 50 ટકા ની ક્ષમતા સાથે સંઘ પ્રદેશ માં કોલેજ ચાલુ કરવાના નિર્ણય બાદ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગે કોરોના નું સંક્રમણ ન લાગે તે માટે એક્શન પ્લાન બનાવ્યો છે ,અને તમામ કોલેજો માટે એક કોરોનાની ગાઈડલાઇન અને SOP પણ જાહેર કરવામાં આવી છે. કોલેજના તમામ પ્રોફેસર, કર્મચારી અને વિદ્યાર્થીઓએ કોરોનાનો ટેસ્ટ પણ ફરજિયાત કરાવવાનો રહેશે. તો વિદ્યાર્થીના વાલીની સંમતિ પત્ર પણ ફરજિયાત કોલેજ દ્વારા લેવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોના ની મહામારી ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ને ધ્યાને લઇ કોઈ ઉતાવળ કરવા માંગતું નથી ત્યારે સંઘ પ્રદેશ માં કોલેજ ચાલુ થતા કોરોના વચ્ચે વિદ્યાર્થીઓ એ જાતેજ ધ્યાન આપવું પડશે.