કોરોના નું સંક્રમણ હવે રાજકારણ માં પ્રવેશ્યું છે અને ઍકપછી એક નેતાઓ કોરોના વાયરસ ના સંક્રમણ નો ભોગ બની રહયા છે.
ગુજરાતના વન મંત્રી રમણલાલ પાટકર અને સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને કોરોના પોઝિટિવ આવતા હવે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ને પણ કોરોન્ટાઇન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે કોરોના પોઝીટીવ આવનાર આ બંને નેતાઓ ના સંપર્કમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આવ્યા હોવાથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. રાજ્યના મંત્રી રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ આવતા સરકાર અને સચિવાલયમાં દોડધામ મચી ગઇ છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ મંત્રી પાટકરને મળ્યા હોવાનું કહેવાય છે. તે સિવાય સુરત કામરેજ ના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા નો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા રાજ્ય સરકારની ચિંતા વધી છે. કારણ કે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં પણ તેઓહાજર રહ્યા હતા. આમ રાજકારણ માં કોરોના ની એન્ટ્રી એ નેતાઓ માં ચિંતા પ્રસરી ગઈ છે.
