કોરોના ની મહામારી આખા વિશ્વ માં પ્રસરી છે અને દરેક દેશ પોતાની રીતે કોરોના ના ઈલાજ માટે વેકશીન બનાવવા માટે કામે લાગ્યો છે ત્યારે ભારત માં પણ સ્વદેશી બાયોટેક દ્વારા સ્વદેશી રસી નું નિર્માણ કરાયું છે જોકે,પ્રથમ દિવસે માત્ર પાંચ વોલન્ટિયર્સ આવ્યા હતા પણ સ્વદેશી રસી ને પ્રોત્સાહન મળે તેવો શુભ આશય હોવાછતાં ભાજપ કે કોંગ્રેસ નો કોઈ નેતા ટ્રાયલ માટે ફરકયા ન હતા જ્યારે અન્ય નેતાઓ ની વાત કરવામાં આવે તો હરીયાણા ના આરોગ્ય મંત્રી અનિલ વિજે એ ખુદ આગળ આવી કોવેકસીન મુકાવી અન્યો ને પ્રેરણા પુરી પાડી હતી. તેજ રીતે રશિયા માં પ્રેસિડેન્ટ પુતિને પણ કોરોના ની ત્યાંની સ્પુતનિક રસી મુકાવી હતી પણ ગુજરાત માં હજુસુધી કોઈ નેતાજી ફરકયા નથી તે વાત નોંધપાત્ર રહેવા પામી છે.
અમદાવાદની સોલા સિવિલના મેડિસિન વિભાગમાં ગુરુવારે પાંચ વોલન્ટિયર્સને કોરોનાની આત્મનિર્ભર કોવિડ વેક્સિન ‘કોવેક્સિન’ આપવા સાથે ક્લિનિકલ ટ્રાયલનો પ્રારંભ થયો છે. વોલન્ટિયર્સને સવારે 10થી 11 વચ્ચે રસી અપાયા પછી મોડી સાંજ સુધી આડઅસરની કોઈ ફરિયાદ આવી ન હતી હવે ટ્રાયલ માટે વધુ 25 લોકોએ નામ નોંધાવ્યા છે. આજે શુક્રવારે એક સાથે 50 વોલન્ટિયર્સ આવે તો પણ રસી અપાશે.
અમદાવાદ માં સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેકસિન ટ્રાયલ માટે લાવવામાં આવ્યા બાદ રસી આપવાનું ચાલુ થયું છે પરંતુ પ્રારંભિક તબક્કા માં ખુબજ નબળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે જોકે, જેઓ ઉપર ટ્રાયલ કરાયું છે તેઓ ને કોઈજ સાઈડ ઇફેક્ટ નહિ થતા હવે પછીના તબક્કા માં વધુ લોકો આગળ આવે તેવી શક્યતાઓ છે.
