ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને સંક્રમણ ફેલાતા હવે જેતે વિસ્તારોમાં સ્થાનિક તંત્ર ને અપાયેલી સ્વતંત્ર સત્તા અને પાવર ને લઈ સાબરકાંઠાના કલેક્ટરે વિજયનગર તાલુકાના પ્રવાસનસ્થળ પોળો ફોરેસ્ટ પર શનિ અને રવિવારે બહારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અમલ શરૂ થઈ ગયો છે. શનિ-રવિમાં 20 હજાર પ્રવાસી આવતા હોવાથી સંક્રમણ ફેલાવાની શક્યતા હોવાથી પ્રતિબંધ મૂક્યો છે, જેનો 18 ઓક્ટોબર સુધી અમલ કરાશે. આમ સંક્રમણ રોકવા માટે હવે તંત્ર સખત પગલાં ઉઠાવી રહ્યું છે તંત્ર દ્વારા લોકો ને સરકારી ગાઈડલાઈન નું સ્વેચ્છા એ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
જનતા ને સોશ્યલ ડિસ્ટનીંગ અને માસ્ક પહેરવા માટે જાગૃતિ લાવવા અને વારંવાર હાથ ધોવા માટે જણાવવામાં આવી રહ્યું છે રાજ્ય માં કોરોના થી થઈ રહેલા મૃત્યુ દર માં સતત વધારો થતાં લોકો ને જાગૃતિ કેળવવા અનુરોધ કરાઈ રહ્યો છે.
