રાજ્ય માં અમદાવાદમાં સૌથી વધુ કોરોના ના કેસ નોંધાઇ રહ્યા હોય સરકારે ગઈકાલે શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરતા હાલ તેનો અમલ કરાઈ રહ્યો છે બીજી તરફ અગામી 23 મી નવે.થી સ્કૂલ ચાલુ થવાની હતી તે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કોરોના ને કારણે હાલ માં લેવાનારી CAના પરીક્ષાર્થીઓ માં પણ ચિંતા વધી છે. કારણ કે 400 સેન્ટર પર 4 લાખ 50 હજાર વિદ્યાર્થીઓ CAની પરીક્ષા આપવાના હતાં. પરંતુ હવે કર્ફ્યૂની સ્થિતિને જોતા પરીક્ષા મોકૂક રાખવા અંગે નિર્ણય લેવાઇ શકે છે. આમ કોરોના ને લઈ વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ને લઈ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે
