કોરોના ની મહામારી માં સંક્રમણ નો ભય વધી ગયો છે અને જાહેર સ્થળો અને પબ્લિક પ્લેસ અને સંસ્થાઓ માં કામ કરતા કર્મચારીઓ માં હવે દહેશત ફેલાઈ છે ત્યારે બેંક કર્મચારીઓએ પણ હવે અઠવાડિયામાં 5 દિવસ કામકાજની માંગ કરીરહ્યા છે. ઓલ ઈન્ડિયા બેંક કર્મચારી એસોસિએશન દ્વારા બહાર પાડવના આવેલા એક નિવેદન માં જણાવાયુ છે કે હાલની કોરોના સ્થિતિ વચ્ચે બેંક કર્મચારીઓ સામે કોરોના વાયરસનો ખતરો ઉભો થયો છે, કારણ કે બેન્ક કર્મચારીઓને દરરોજ સેંકડો લોકોની વચ્ચે કામ કરવું પડે છે.ત્યારે અઠવાડિયામાં 5 દિવસ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે .હાલ આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. ત્યારે પોલીસ, ડોક્ટર્સ-નર્સ, સફાઈ કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ એક યોદ્ધાની જેમ આ સંકટની ઘડીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. દેશના આ વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં નાખી બીજા લોકોના જીવ બચાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંક કર્મચારીઓની સેવા ને બિરદાવી હતી. નોંધનીય છેકે આ અગાઉ નાણાપ્રધાને કોરોના વાયરસ જેવી મહામારીથી જંગ લડી રહેલા ડોક્ટર્સ, પેરામેડિક્સ, નર્સ, ‘આશા’ વર્કર્સ અને સફાઈ કર્મચારીઓ માટે ખાસ 50 લાખ રૂપિયાનો વીમા કવર ની જહેરાત કરી છે.
આમ હાલ માં કોરોના ની સ્થિતિ માં સંક્રમણ ના ભયે બેન્ક કર્મચારીઓ પણ વીક માં 5 દિવસ કામ કરવાની માંગ કરી રહ્યા છે.
