એક તરફ કોરોના એ ઉપાડો લીધો છે ને બીજી તરફ ભાજપ ના નેતાઓ ને પણ રેલીઓ યોજવાનું ચાનક ઉપડતા હવે આવા માથા ફરેલા નેતાઓ ને શાંતિ રાખવા ખૂદ સીઆર પાટીલે જ શાન માં સમજાવી દેતા હવે આવા નેતાઓ હેઠા બેઠા છે, સીઆર પાટીલે કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના આપી દેતા હવે ભાજપે તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી ને કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના આપવામાં આવી છે.
વિગતો મુજબ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે હાલ કોરોના ની વકરેલી સ્થિતિ ને લઈ ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપ તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં. તેમજ અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ્દ કરી દેવા જણાવી દેતા તમામ કાર્યક્રમો અટકી ગયા છે.
સરકારી તંત્ર એક તરફ કોરોના ગાઈડલાઈન નહિ પાળનાર જનતા ને દંડ ફટકારી રહી છે અને બીજી તરફ કોરોનાવચ્ચે પણ ભાજપના MLA આત્મારામ પરમારે સુરતના કરંજ ગામમાં સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. તો ખેડાના ડાકોરમાં કોરોના વચ્ચે જીલ્લા ભાજપનો અભિવાદન સમારંભ યોજાયો હતો. જેમાં નવા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારંભ યોજાયો હતો. આ સિવાય વેરાવળમાં પણ શહેર ભાજપનું સ્નેહ મિલન યોજાયું હતું. બોટાદમાં સૌરભ પટેલના સ્નેહમિલનનો કાર્યક્રમ હતો જેમાં ભીડ ભેગી થઈ હતી અને સામાજિક અંતરનો ભંગ થયો હતો એટલું જ નહીં પરંતુ કોવિડના નિયમોની ઐસી તૈસી કરવામાં આ ભીડમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો પણ હાજર હતા. જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા પણ સભાઓ યોજાઇ હોવાનું સામે આવતા સોસિયલ મીડિયા માં પબ્લિકે આ મુદ્દે ભારે કોમેન્ટ કરી સવાલો ઉઠાવ્યા હતા અને આખરે ભાજપ ના નેતાઓ ને કોરોના માં શાંતિ રાખવા સૂચના આપી દીધી છે.
