કોરોના માં શાળાઓ બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ વચ્ચે ખાનગી શાળાઓને 25 ટકા ફી ઓછી વસુલવાનો સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે પણ તે યોગ્ય નથી અને સરકારે જનતા ને રાહત આપવા 50 ટકા ફી માફ કરવી જોઈએ અને તેનો પણ રસ્તો છે અને તે છે કોરોના કાળમાં સરકારે જનતા પાસેથી રૂ. 165 કરોડ જેટલી દંડની વસુલ કરેલી રકમ તેમજ રોજેરોજ વધતા પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવોના કારણે સરકારને ટેક્સ પેટે મસમોટી આવક થઈ છે તેમાંથી ખર્ચ પાડી જનતા ને રાહત આપી શકે છે. સરકારે આ રકમમાંથી ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવી જોઈએ.
ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુણવત્તાસભર શિક્ષણ માટે ચોક્કસ નીતિ નક્કી કરવી જોઈએ. દિલ્હીમાં આજે અધિકારીઓ અને નેતાઓના સંતાનો ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં દિલ્હી મોડેલની જેમ ગુણવત્તાસભર શિક્ષણ અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારે દિલ્હીને રોલ મોડેલ બનાવી કાર્યવાહી કરવી જોઈએ.
શહેરની 34 ટકા વસ્તી સ્લમ, ચાલીઓ કે પછી ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં રહે છે, તેઓ સ્માર્ટ મોબાઈલ કે ઈન્ટરનેટથી જોડાયેલ ન હોઈ કોરોના કાળમાં 50 ટકા જેટલા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકેલ નથી. સરકાર પાસે ખાનગી શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ પર નજર રાખવા માટે કોઈ મોનીટરીંગ સિસ્ટમ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ ચાલુ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તેને હું આવકારું છું. મારી માંગણી બાદ કાલુપુર પબ્લિક સ્કુલ તથા દરિયાપુર પબ્લિક સ્કુલ એમ બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઈ છે, જ્યાં આજે પ્રવેશ મેળવવા માટે વેઈટીંગ છે.
આમ વિપક્ષે સરકાર ને દંડ ની આવક તેમજ ટેક્સ માંથી વાલીઓ ને રાહત આપવા માંગ કરી છે.
