આજથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ, 2નો વધારો અમલ માં આવી જતા કોરોના માં પાયમાલ થઈ ગયેલી જનતા ની કમર ઉપર વધુ એક કોરડો ઝીકાયો છે કારણ કે ફ્યુઅલ મોંઘું થતાંજ અન્ય ચીજ વસ્તુઓ ના ભાવો આપોઆપ વધે તે કહેવાની જરૂર નથી, લોકો તો કોરોના માટે સરકાર રાહત ના કેવા પગલાં લેશે તેની રાહ જોતા હતા ત્યાંજ રાહત ને બદલે લોકો પાસેથી જ રૂપિયા કેમ કઢાવવા તે નીતિ આવતા લોકો માં સરકાર સામે અણગમા ની લાગણી જન્મી છે. હાલ માં લોકો ના વિરોધ કે તેમની કોઈ રાય લેવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે સરકાર મનફાવે તેમ નિર્ણય લઈ ને માત્ર પોતાના નિર્ણય ની જાહેરાત ઠોકી દે છે અને બધા સાંભળી સ્વીકારી લે છે, હાલ માં પબ્લિક ને સહાય ની જરૂર છે ત્યારે શહાય ને બદલે સરકાર પ્રજા પાસે પૈસા ઉસેટવાના નવાનવા પ્લાન લાવી રહી છે તે જોઈ લોકો મૂંઝાઈ ગયા છે. કાલે જ મુખ્યમંત્રીનીતિન પટેલે જાહેરાત કરી હતીકે,રાજ્ય સરકારે આજ રાતથી પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના કર્મચારીઓને દર છ મહિને જે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તે 1 જાન્યુઆરી, 2020થી 1 જુલાઈ, 2021 સુધી ફ્રીઝ કરવાનો પણ નિર્ણય કર્યો છે. જેના પરિણામે રૂા. 3400 કરોડની બચત થશે. નવા વાહનો, નવું ફર્નિચર, કોમ્પ્યુટર વગરે સાધનોની ખરીદી ઉપર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.નીતિન પટેલે કહ્યું કે ઘટતી આવકો સામે ખર્ચને પહોંચી વળવા માટે અગાઉ જ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 31 માર્ચ 2021 સુધી 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતે અગાઉ બે વખતપેટ્રોલના ભાવમાં 7 ટકાનો ઘટાડો કર્યો હતો. ટકાવારી પ્રમાણે આજે પણભારતના તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાંપેટ્રોલ- ડીઝલનો ભાવ સૌથી ઓછો છે.સરકારની આવક ઘટી છે , નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ચાલુ વર્ષના અંદાજપત્ર મુજબ રાજ્યને વેટથી વાર્ષિક રૂ. 23,230 કરોડની આવકનો અંદાજ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીની પરિસ્થિતિમાં વેટની આવક આશરે 30 % થી 35% (રૂ. 7,૦૦૦ થી 8,5૦૦ કરોડ) ઘટવાનું અનુમાન છે.
જ્યારે રાજ્ય સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકા કાપ મુક્યો છે તેનો આગામી એક વર્ષ સુધી અમલ કરવામાં આવશે. તેમજ સરકારીકર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારાનો નિર્ણય પણ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોની લોન મુદતમાં વધારો કર્યો છે.કોર ગ્રુપની ભલામણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખર્ચ ઘટાડીને આવક વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારની આવકમાં રૂ.10,000 કરોડ સુધીનો ઘટાડો થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ સરકારે પોતાના હિસાબો બતાવી ને લોકો ને ભરપાઈ કરવા જણાવી દીધું છે કે અમારું તરભાણું ભરો…ભરો અને ભરો…તમારું જે થવું હોય તે થાય.. લોકશાહી માં માનવી મૂંઝાઈ ગયો છે
