હાલ માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે લોકો આડેધડ પોતાની મરજી મુજબ પેઇન કિલર લેતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ICMR ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા આડેધડ પેઇન કિલર દવાઓ લેવા સામે ચેતવણી આપવામાં આવી છે કે
ઘણી પેનકિલર દવાઓ જેમ કે ઈબ્રુપ્રોફેન (Ibuprofen) કોરોનાની ગંભીરતાને વધારે છે. હૃદયના દર્દીઓ માટે હાનિકારક માનવામાં આવતી આ દવાઓ કિડની માટે પણ જોખમકારક સાબિત થઈ શકે છે માટે ફેમલી ડૉક્ટર ની સલાહ મુજબ દવા લેવા ઉપર ભાર મુક્યો છે અને કહ્યું કે લોકોએ NSAID (નોન સ્ટેરોડિકલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ)થી દૂર રહેવું જોઈએ તેમજ ડૉક્ટરોની સલાહ પર આ દવાઓ લેવી અને તે પણ જરૂરી હોય તો જ પેરાસિટામોલ લેવી તે સૌથી સુરક્ષિત પેઇનકિલર્સ દવાઓમાંથી એક છે.
લોકો હંમેશાં તાવ આવે અથવા શરીરના કોઈ ભાગમાં દુખાવો થાય ત્યારે એન્ટિ-ઈન્ફ્લેમેટરી અને એન્ટિ-પાઈરેટિક દવાઓ લે છે. તેમાં સૌથી સામાન્ય પેરાસિટામોલની સાથે ઈબ્રુપ્રોફેનને મિક્સ કરીને દવાઓ બનાવવામાં આવે છે.
આમ ડૉક્ટર ની સલાહ વગર કોઈપણ પેઇન કિલર ન વાપરવા સલાહ આપવામાં આવી છે.