જ્યાર થી કોરોના આવ્યો છે ત્યાર થી જનતા ના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, સરકારી સિક્યોર જોબ કરતા ખુબજ ઓછા લોકો ને બાદ કરતાં પ્રાઇવેટ જોબ માં કેટલાય લોકો નોકરીઓ ગુમાવી ચુક્યા છે અને જેની જોબ ચાલુ છે તેવા કેપેબલ લોકો ની સેલેરી માં પણ કાપ મુકાઈ ગયા છે આવા કપરા સમયે દેશ ના નાગરિકો ની સહાય અને મદદ કરવાને બદલે જાણે દરેક વસ્તુઓ માં ભાવ વધારો , ટ્રાફિક ના નામે મોટા દંડ , પેટ્રોલ, ડીઝલ માં અસહ્ય ભાવ વધારો વગરે કરી જનતા ની જાણે કમર તૂટી ગઈ છે આવા કપરા સમયે બાકી રહેતું હોય તેમ ગેસ ના ભાવો વધતા જનતા માં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે.
17 લાખ સહિત ગુજરાતભરના 1.16 કરોડ એલપીજી ગ્રાહકોને છેલ્લા 8 મહિનાથી રાંધણગેસના બાટલાની સબસિડી મળી નથી ઉપરથી ફક્ત 15 દિવસમાં રાંધણગેસના બાટલામાં રૂ.100નો તોતિંગ ભાવ વધારો થયો છે. એલપીજી વિતરણ કરનાર અમદાવાદ જિલ્લાના 103 સહિત રાજ્યમાં 962 ડિસ્ટ્રિબ્યુટર છે.
કેન્દ્ર સરકારે સબસિડી બંધ કરી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઉપર થી ભાવ વધ્યા છે.
અમદાવાદ જિલ્લામાં રાંધણગેસના બાટલાનો ઉપયોગ કરનાર અંદાજે 17 લાખ ગ્રાહકોને છેલ્લા આઠ મહિનાથી પી.એમ.ઉજ્વલા યોજના હેઠળ સબસિડી તો મળી નથી અને છેલ્લા 15 દિવસમાં રૂ.100નો ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે. પુરવઠા વિભાગના સૂત્રો કહે છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સબસિડી નહીં લેનાર અને મળવાપાત્ર ના હોય તેવાં સાત લાખ ગ્રાહકો છે. આ સિવાયના ગ્રાહકો સબસિડીની રાહ જોઇ રહ્યાં છે. પરંતુ કેન્દ્ર તરફથી સબસિડી મળી નથી. સબસિડી કાયમી ધોરણે દૂર કરી દેવાઇ હોવાની પણ ચર્ચા છે. આ અંગે કેન્દ્ર તરફથી કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.આમ જનતા ઉપર કોરોના ની સ્થિતિ માં પણ ખુબજ ત્રાસ ગુજારવામાં આવી રહ્યા ની વ્યાપક ચર્ચ ઊઠી છે.
