હાલ કોરોના માં દેશ માં યુદ્ધ જેવો માહોલ છે, દેશવાસીઓ કોરોના નો ભોગ ન બને તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. દુનિયા આખી માં જે માહોલ છે તેવો જ માહોલ ભારત માં છે, સરકાર દ્વારા શક્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા અંગે પત્રકારો રીપોર્ટિંગ કરે તે રિપોર્ટ ના આધારે સરકારે પગલાં ભરવાના થતા હોય છે અને જ્યાં ચૂક જણાય ત્યાં પ્રેસ ની ટકોર સામે તે દિશા માં ત્વરિત કામગીરી કરવાની હોય છે કારણ કે મીડિયા નું કામ ટપારવાનું નું છે અને તંત્ર એ તે દિશામાં ધ્યાન આપી લોકહિત ને પ્રાધાન્ય આપવાનું હોય છે. ગોપનીય સૂત્રો ના જણાવ્યા મુજબ એક અગ્રીમ અખબાર ના જાણીતા પત્રકારે શ્રમિકો ને હાલ માં પડી રહેલી હાડમારી અંગે એક રિપોર્ટ પ્રકાશિત કરતાજ આ પત્રકાર ની ક્રાઇમબ્રાન્ચે પૂછતાછ કરી અને જવાબ લીધા.
વાત અહીં સ્વતંત્ર અભિવ્યક્તિ ની છે અને બધુજ નેતાજી ને ગમે તેવું લખવું એવું કોણે કીધું ?આ વાત મીડિયા જગત માં ભારે ચર્ચા જગાવી રહી છે ખાસ કરીને હાલ કોરોના ની મહામારી છે અને દુનિયાભરમાં મીડિયા પોતાની રીતે તેનો ચિતાર રજૂ કરે જ છે અને જો પત્રકાર હોય તો તે કરવું જ જોઈએ કારણ કે હકીકત ને છુપાવીને પ્રજા સાથે દ્રોહ કરવા જેવું એકેય પાપ નથી. સાચું પ્રકાશિત થાય એટલે કોઈ ને ન ગમે અગાઉ અંગ્રેજો ને પણ નહોતું ગમતું એટલે જ જ્યારે એ જમાના માં ગાંધીજી એ ‘નવજીવન’ અને ‘હરિજન’ અખબાર માં પ્રજા ને ચૂસવાનો ધંધો ચાલુ કરનાર અંગ્રેજ શાસન વિરુદ્ધ લખવાનું ચાલુ કર્યું તો અંગ્રેજો એ સાચું લખવા બાબતે ગાંધીજી ને છ મહિના ની જેલ ની સજા ફટકારી હતી આમ ત્યારબાદ આ સિલસિલો આજની તારીખ માં નવા રૂપરંગ માં ચાલુ જ છે. ત્યારે દેશ માં મીડિયા ને ચોથી જાગીર ની માન્યતા આપવામાં આવી જ છે તો તેનો સ્વીકાર કરી મીડિયા માં આવતા અહેવાલો સામે પત્રકાર સામે નહિ પણ જે સંદર્ભ માં અહેવાલ છપાયા છે તે સ્થિતિ સુધારવા એક્શન લેવાશે તો ચોક્કસ થી કોઈ ઈશ્યુ ઉભા નહિ થાય હાલ ની સ્થિતિ જોતા રાજકીય અગ્રણીઓ એ શાંતિ થી કામ લેવાની જરૂર છે પ્રજા બધુજ જુએ છે તેઓના હિત માં સિંહાસન ઉપર બિરાજમાનો કંઈક કરે તેવી અનેક આશાઓ લઈને બેઠા છે, ત્યારે પરિપક્વતા અને સમજણ ની જરુર છે તોજ કઈક રસ્તો નીકળશે.
