હાલ માં કોરોના કાળ માં કેટલાક ટ્યુશનિયા શિક્ષક પણ ઓન લાઇન ભણાવી રહ્યા છે ત્યારે અમદાવાદ થલતેજ ગામમાં આવેલા રાવ ટ્યૂશન કલાસીસના સંચાલકે 12 વર્ષના કિશોર ને પોતાના ઘરે બોલાવી સજાતીય આકર્ષણ ના અંદાજ માં જો તું મારી સાથે શરીરસુખ નહિ માણે તો હું ધાબા પરથી નીચે પડી જીવ દઈ દઈશ જેવી હરકતો કરી બાળક સાથે પરાણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરતા બાળક હેબતાઈ ગયો હતો અને ઘરે જઈ કોઈને વાત પણ કરી ન હતી પણ જ્યારે પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા ડૉક્ટર ને બતાવતા ડોકટરે બાળક સાથે કોઈએ ગંદુ કામ કર્યું હોવાનું જણાવતા મામલો સામે આવ્યો હતો આ અંગે બાળક ના માતા -પિતા એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી.
થલતેજ ગામમાં રહેતા એક પરિવારનો 12 વર્ષનો દીકરો ધોરણ 8 માં અભ્યાસ કરે છે અને થલતેજ ગામ પરબડી પાસે આવેલા પાર્થ બારોટ(21)ના રાવ ટ્યૂશન કલાસીસમાં અગાઉ ભણવા જતો હતો. પરંતુ હાલ કોરોના ને લઈ ઓનલાઈન ટ્યૂશન ચાલતા હોવાથી તે ઘરેથી જ ઓનલાઈન ભણતો હતો.
દરમ્યાન ટ્યુશન કલાસ ના સર પાર્થ નો આ બાળક ના ઘરે ફોન આવ્યો અને ઈંગ્લિશના એક પણ કલાસ લીધા નથી, જેથી તેને પોતાના ઘરે શીખવા મોકલવા નું જણાવતા બીજા દિવસે તે પાર્થના ઘરે ગયો ભણવા ગયો હતો જ્યાં સાંજે 4 વાગ્યે પાર્થ સરના ઘરે ગયો ત્યારે તેમના ઘરે કોઇ ન હતું. 15 મિનિટ સુધી ભણાવ્યા પછી પાર્થે બાળક ને ગંદા ફોટા બતાવીને સર વાસના માં ડૂબી ગયા હતા અને બાળક સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા, જેથી બાળકે વિરોધ કરતા પાર્થે તેને ધમકી આપી હતી કે, ‘ હું ધાબા પરથી કુદીને મરી જઈશ. તેમ કહીને જરબજસ્તીથી બાળક ના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પોતાની હવસ સંતોસી હતી.
ત્યારબાદ તેણે ધમકી આપી હતી કે, ‘જો તું આ વિશે કોઇને કહીશ તો હું તારા લગ્ન કોઇ સાથે નહીં થવા દઉ. તને બદનામ કરી દઈશ.’ જોકે કામ પત્યા પછી હવસખોર પાર્થ સરે બાળક ને તેના ઘરે જવા કહેતા તે ઘરે આવી ગયો હતો અને પછી તે સર બોલાવે તો પણ જવાનું બંધ કરી દીધું હતું. દરમ્યાન
સર પાર્થ ની હવસ નો ભોગ બનેલા બાળક ને પેટમાં અસહ્ય દુખાવો થતા તેને ડૉકટર પાસે લઈ જવામાં આવતા ડોક્ટર પણ ચોંકી ગયા હતા અને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું જણાવતા પરેન્ટ્સ ચોંકી ઉઠ્યા હતા અને બાળક ને પૂછતાં મામલો બહાર આવ્યો હતો આખરે આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પાર્થ વિરુદ્ધ ફરિયાદ કરાતા પોલીસે પાર્થ બારોટની ધરપકડ કરી તેણે અન્ય બાળકો સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
