અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં આઉટ સોર્સિંગ અને કાયમી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આઉટ સોર્સિંગના 250 કર્મચારીઓને આ જે પણ પગાર તરીકે માત્ર 13 હજાર રૂપિયા આપવામાં આવે છે અને નવા કર્મચારીઓને 20 હજાર અપાશે તેવી જાહેરાત થઈ છે.
જેથી આજે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.તો સાથે જ કાયમી ભરતી ધરાવતો હોસ્પિટલ સ્ટાફ પણ વર્કલોડને લઈને હડતાળ પર ઉતર્યો છે. 80 દર્દીઓ વચ્ચે માત્ર બેથી ત્રણ જ સ્ટાફ છે. જેથી તે લોકોએ વર્કલોડ વધે છે અને આથી કાયમી ભરતી વાળો સ્ટાફ પણ હડતાળ પર ઉતર્યો છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ગઈ કાલે દરવાજા બંધ કરી દેવાના મામલે હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉકટર પ્રકાશ મહેતાએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે અમારી હોસ્પિટલના તમામ બેડ ફૂલ થઈ ચુક્યા છે. અત્યારની પરિસ્થિતિ અમારે સહન કરવી પડી રહી છે. પરંતુ અમારી પાસે કોઈ ઉપાય નથી. તેઓએ સ્પષ્ટ કહ્યુ કે, સોલા સિવિલ હોસ્પિટલમાં રોજ 19 ટન ઓક્સિજનનો વપરાશ થાય છે. અને અમને 15 ટન ઓક્સિજન જ ન મળી રહ્યો છે. ત્યારે ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓને સોલા સિવિલમાં દાખલ કરીએ તેવી પરિસ્થિતિ નથી.