ધોની ની પાંચ વર્ષ ની પુત્રી ઉપર બળાત્કાર કરવાની ધમકી આપનારો કિશોર ગુજરાત માંથી ઝડપાયો હોવાના અહેવાલ છે.
વિગતો મુજબ બુધવારે IPLની ચેન્નઇ સુપર કિંગ્સ કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે મેચ હારી જતાં મહેન્દ્રસિંહ ધોની અને કેદાર જાધવ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. અને આ દરમ્યાન મહેન્દ્રસિંહ ધોનીની પાંચ વર્ષીય પુત્રી જીવાને ટાર્ગેટ કરી તેની ઉપર દુષ્કર્મ કરવાની ધમકીભરી કોમેન્ટ કરાતા દેશભરમાં વિરોધ થયો હતો. ક્રિકેટર્સ અને અનેક પત્રકારોએ પણ આ પ્રકારની ધમકીઓ આપનારા સામે પગલા ભરવા સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી. તેવામાં ખબર આવી રહી છે કે સોશિયલ મીડિયા પર ધમકી આપનારો કચ્છનો વતની હોવાની વિગતો ખુલી છે આ કિશોર મુન્દ્રા તાલુકાના કપાયા ગામનો હોવાનું તપાસ માં બહાર આવતા પોલીસે આ 16 વર્ષીય કિશોરને પોલીસે ઝડપી પણ લીધો છે. 11માં ધોરણમાં અભ્યાસ કરતા આ છોકરા ને રવિવારે બપોરે એલસીબીએ તેના ગામ માંથી પકડી લીધો હતો. જોકે આ કિશોરે પોતાની કોમેન્ટ ડિલીટ કરી દીધી હતી. હવે આ સગીર આરોપીનો કબજો ઝારખંડની રાંચી પોલીસને સોંપવામાં આવશે.
ધોનીના ફાર્મ હાઉસની સુરક્ષા વધારી
આ ધમકી બાદ રાંચી પોલીસ સતર્ક થઈ ગઈ છે. ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિમલિયા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. સાથે ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. આમ દેશભરમાં ચકચાર જગાવનાર આ કિસ્સામાં પોલીસે જવાબદાર કિશોર ને એરેસ્ટ કરી આગળ ની તપાસ શરૂ કરી છે.
