આજકાલ દરેક ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી ગયું છે અને માનવી નિષ્ઠુર થઈ ગયો છે અને માત્ર પૈસા કમાવા ખાતર લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરી રહયા છે ત્યારે ખેડામાં રૂદન ગામ નજીક આવેલા તબેલામાં માત્ર 20 પશુઓ હોવાછતાં હજ્જારો લીટર દૂધનું ટેન્કર ભરવામાં આવતું હોય અમૂલ ડેરીના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર જઈ ચકાસણી કરવામાં આવી હતી.
રૂદન-ખાત્રજ રોડ પર આવેલા તબેલા પર અમૂલના અધિકારીઓ દ્વારા જ્યારે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તબેલા પર માત્ર 20 પશુઓ હતા અને તેનું 120 લીટર દૂધ હોવું જોઈએ તેના કરતાં રોજનું ટેન્કર ભરી દૂધ ભરાવવામાં આવતું હોય શંકા ઉભી થઇ હતી અને ડુપ્લિકેટ દૂધ ડેરીમાં પધરાવતા હોવાની માહિતી મળતા ડેરીના સ્ટાફ દ્વારા પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી દૂધ ભરેલ ટેન્કરને સીલ મારી જપ્ત કરવામાં આવ્યુંછે અને FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
આમ,20 દુધાળા પશુઓ આખું ટેન્કર ભરી કઈ રીતે દૂધ આપતા હતા તેની તપાસ શરૂ થઈ છે.