ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં આવેલી ફોર્મોસા સિંટેથીક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં આજે સોમવારે વહેલી સવારે વિકરાળ આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી છે.
આગ એટલી ભયાનક હતી કે પાંચ કિલોમીટર દૂરથી આગ અને ધુમાડા જોઈ શકાતા હતા.
આ ઘટના અંગેની જાણ થતાં જ નડિયાદ , ખેડા, બારેજા અસલાલી, ધોળકા અને અમદાવાદના ફાયર ફાઇટરની ટીમો સ્થળ ઉપર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા.
આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
આગની ભયાનકતા જોતા નડિયાદ ફાયર બ્રિગેડ 2 વૉટર બ્રાઉઝર, ખેડા , ધોળકા , બારેજાં , અસલાલી , અમદાવાદ સહિત કુલ 15 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવા ચારે તરફથી પાણીનો જોરદાર મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.