કોરોના ની સ્થિતિ ખુબજ વકરી છે અને હાલ માં સ્કૂલો બંધ છે અને ભીડ થાય તેવા તમામ સ્થળે સાવચેતી રખાઈ રહી છે ત્યારે શ્રાવણ મહિનાના તહેવારોમાં મોટા ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક મેળાઓ યોજવાની પણ મંજૂરી સરકારે આપી નથી તેવા સમયે દર વર્ષે ધૂમ કમાણી કરનારા મોટા આયોજકો નવરાત્રિમાં ગરબાના આયોજનો અંગે ચિંતા માં સરી પડ્યા છે વેસ્ટર્ન કલ્ચર મીશ્રીત મોર્ડન ગરબા યોજી મોંઘા પાસ અને ટિકિટો રાખી મોટો બિઝનેસ કરતા આયોજકો ને ચાલુ વર્ષે શુ કરવું તે મુંજવણ છે કારણ કે ખર્ચ પણ વધારે આવે અને બે ત્રણ મહિના થી તૈયારી કરવી પડે આવા સંજોગોમાં આવા મોટા આયોજકો માં ટેંશન છે જોકે કેટલાક આયોજકોએ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરેલી બેઠકમાં રૂપાણીએ તેમને 30 ઓગસ્ટ સુધી મંજૂરી અંગેની કોઇ વિચારણા નહીં હોવાની વાત કરી ને સ્પષ્ટતા કરી હતી કે, 30 ઓગસ્ટ બાદ કોરોનાના કેસોની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળ શું કરવું તે નક્કી થશે તેમ જણાવતા આયોજકો આ વર્ષે ગરબા ના અયોજનો નહી થઈ શકે તેવુ જણાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છેકે નવરાત્રિમાં ગરબાના આયોજનની તૈયારીઓ દર વર્ષે માર્ચ – એપ્રિલમાં શરૂ થઇ જતી હોય છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણને કારણે આયોજન અંગે મૂંઝવણભરી સ્થિતિ છે. ગુજરાતમાં ગરબાના આયોજન થકી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળતી હોય છે ત્યારે આ તમામ મુદ્દાઓ અંગે સીએમ સાથે ચર્ચા થઇ હતી. ગરબા આયોજકોએ મેદાનની કુલ ક્ષમતાના 30 ટકા ખેલૈયાઓને એન્ટ્રી આપવા સહિતની તૈયારી દર્શાવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા આયોજન માટે પણ તૈયાર છે પરંતુ સરકારે હાલની સ્થિતિએ આયોજન અંગે કોઇ મંજૂરી આપી શકાય નહીં તેમ જણાવ્યું છે. દર વર્ષે રાજ્યના ક્લબો, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ વગરે માં મોટાપાયે નવરાત્રી ઇવેન્ટ નું આયોજન કરતા આયોજકોનું કહેવું છે કે, છેલ્લી ઘડીએ મંજૂરી મળે તો સ્પોરન્સર્સ શોધવા સહિતની બાબતોમાં મુશ્કેલી પડી શકે છે. સામાન્ય રીતે આયોજકોએ ત્રણ મહિના અગાઉથી જ નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવી પડે છે અને આવા સંજોગોમાંછેલ્લી ઘડીએ મંજૂરી મળે તો તૈયારી થઈ શકે તેમ નથી જોકે ,હાલ કોરોના ની મહામારી માં સરકાર નો નિર્ણય પણ યોગ્ય હોવાનું લોકો જણાવી રહ્યા છે માં અંબે અને માં શક્તિ ની આરાધના ઘરે પણ થઈ શકે અને પરંપરાગત પ્રાચીન પૂજા,હવન થી આસ્થાનું પર્વ ઉજવી શકાય છે.
