રાજ્ય માં બળાત્કાર ની ઘટનાઓ વધી છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર માં એક ગરીબ મહિલા ઉપર વિધર્મી યુવકો દ્વારા મહિલા ને ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.
આ બનાવ અંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા ગંભીર નોંધ લઇને તપાસના આદેશ આપી ગેંગરેપ ની આ ઘટના મામલે મહીસાગર પોલીસ વડા પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. વિધર્મી યુવાનો દ્વારા ગેંગ રેપ કરીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન કરીને મહિલા પર વારંવાર ગેંગ રેપ કરવામાં આવતો હતો. આરોપીઓએ મહિલાને પોતાના ઘરે બોલાવીને ડરાવી ધમકાવીને વારાફરથી ગેંગરેપ આચરીને પીડિત મહિલાના બાળકોને મારી નાખવા સહિતની ધમકી આપતા હતા, પરંતુ, પીડિત મહિલાએ સાહસ કરીને સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પૂછપરછમાં બંન્ને આરોપીઓએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપી પીડિતાને ખોટી રીતે બ્લેકમેઇલ કરીને ફોન કરીને વારંવાર બોલાવીને તેની મરજી વિરૂદ્ધ વારાફરતી દુષ્કર્મ આચરતા હતા. મહિલાએ સહન ન થતા સંતરામપુર પોલીસ નું શરણું લીધું હતું ત્યારે આ મામલો પ્રકાશ માં આવ્યો હ
