ગાંધીધામમાં રૂ.1 કરોડની લૂંટ થઈ છે અને હેલ્મેટધારી લૂંટારુઓએ બંદૂક બતાવી લૂંટને અંજામ આપ્યો હોવાના અહેવાલો છે.
કચ્છના ગાંધીધામમાં ધોળે દિવસે ભર બપોરે એક કરોડની લૂંટની ઘટના બનતા પોલીસ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઈ છે.
આંગડિયા પેઢીમાં હેલ્મેટ પહેરીને આવેલા ચાર ઈસમોએ બંદૂકના નાળચે રૂ. એક કરોડની લૂંટ ચલાવી હતી.
હેલ્મેટ પહેરી આવેલા હથિયારધાર લૂંટારૂઓએ આંગડિયા પેઢીમાં એક કરોડ રૂપિયા લૂંટી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે.
આ ઘટના અંગેની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી મેળવી લૂંટારૂઓને પકડવા માટે અલગ અલગ વિસ્તારમાં નાકાબંધી કરી છે.
પોલીસે જુદી જુદી ટીમ બનાવી ફરાર લૂંટારૂને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.