ગાંધીનગરના એક અધિકારી કમલ નારાયણ રાયે દિલ્હીની યુવતીને લગ્ન ની લાલચ આપી યુવતી ને હોટલ માં બોલાવી શારીરિક સબંધ ની મજા લીધા બાદ યુવતી ને તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે યુવતીએ સેક્ટર-૭માં આ અધિકારી અને તેના પરિવારના બે સભ્યો સામે ફરિયાદ નોંધાવતા આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
યુવતીની ફરિયાદ મુજબ બંને મેટ્રોમોનિયલ સાઇટ મારફત સંપર્કમાં આવ્યા હતા અને લગ્ન કરવા સુધી વાત થતા પરિવારમાં પણ આ મામલે વાતચીત થઇ હતી. જોકે, ત્યારબાદ અધિકારીએ શારીરિક સબંધ બાંધી લગ્ન કરવા હોય તો ૫૦ લાખની માંગણી કરી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે અધિકારીની ધરપકડ કરી હતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
જે અધિકારી સામે ગંભીર આરોપ મુકાયો છે તેનું નામ કમલ નારાયણ રાય છે. આ અધિકારી કર્મયોગી ભવનમાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટેકનિકલ ઓફિસર છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકબીજાના સંપર્કમા આવતા વાત લગ્ન નું વચન અપાયું હતું અને દરમિયાન કમલ રાયે તેને ગાંધીનગર બોલાવતા આ યુવતી ગાંધીનગર આવી પહોંચી હતી જ્યાં તે ગાંધીનગરની એક હોટેલમાં ત્રણ દિવસ રોકાઇ હતી અને ત્યારબાદ સેક્ટર-૮માં પીજીમાં પણ રહેવાની સગવડ કરાઈ હતી આ દરમિયાન અધિકારીએ યુવતી સાથે શારીરિક સબંધ બનાવી મજા લીધી હતી અને બાદ માં લગ્ન ની ના પાડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.આમ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે