ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ પોતાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે તે હવે સરકારને નજર માં આવી ગયું છે અને આંદોલનકારીઓ ની ધરપકડ કરી લેવામાં આવતા મામલો ગરમાયો છે.આ વાત એટલે વધારે પડતી લાગે કે ભાજપ ના નેતાઓ નિયમો નો ભંગ કરે તો ચાલે પણ બીજા માટે ગાઈડલાઈન આવી જાય.
વિગતો મુજબ ગાંધીનગર ખાતે હાલ માં GPSC, SRPના ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બન્યુ છે. આંદોલન કરી રહેલા 99 ઉમેદવારો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જાહેરનામા ભંગ અને એપેડમિક ડિસિઝ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યાં હતા. 5 દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યાની વાત વચ્ચે તેઓ સામે એક્શન લેવાતાં ભારે વિવાદ ઉભો થયો છે અને કાયદા બધા માટે લાગુ પડતા હોવાથી અગાઉ જે નેતાઓ એ રેલીઓ કરી ગાઈડ લાઇન ના ધજીયા ઉડાવ્યા છે તેઓ સામે પણ સરકાર ગુનો નોંધી બતાવે તેવી આંદોલનકારીઓ માં ગણગણાટ જોવા મળ્યો હતો.
