કોરોના નો રાફડો ફાટ્યો છે અને અમદાવાદ માં મોટી સંખ્યા માં કોરોના ના કેસ નોંધાય રહ્યા છે અને મોત ના મામલા બહાર આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને તંત્રની પોલ ખુલી છે અહીં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો એક જ એમ્બ્યુલન્સમાં 4થી 5 મૃતદેહ ભરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે, આ મામલે ભારે ચર્ચા ઉઠતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે તપાસના આદેશ આપ્યા છે. ગાંધીનગરમાં કોરોના માં મોત ની સંખ્યા વધુ હોવાનું પણ ખુલ્લું પડી ગયું છે.
