ગાઢ ધૂમમ્સ ને લઈ હવાઈ સેવા ઉપર અસર પડી રહી છે અને કેટલીક ફલાઇટ્સ રદ થઈ છે કેટલીક મોડી ચાલી રહી છે.ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદથી જતી-આવતી 6 ફલાઈટ રદ કરાઈ હતી. 11 ફ્લાઈટ મોડી પડી હતી. રદ થયેલી ફ્લાઈટમાં ઇન્ડિગોની લખનઉ-અમદાવાદ, અમદાવાદ- લખનઉ, ગોએરની દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી તેમજ સ્પાઈસ જેટની ચેન્નઈ-અમદાવાદ, અમદાવાદ-ચેન્નઈનો સમાવેશ થાય છે.
જ્યારે મોડી પડેલી 11 ફ્લાઇટસ માં
કિશનગઢ-અમદાવાદ 2.15 કલાક,વારાણસી-અમદાવાદ 1.15 કલાક,કાનપુર-અમદાવાદ 1.10 કલાક,પૂણે-અમદાવાદ 1.05 કલાક,કોલકાતા-અમદાવાદ 1.35 કલાક
અમદાવાદ-કિશનગઢ 2.25 કલાક,અમદાવાદ-કાનપુર 1.15 કલાક,અમદાવાદ-પૂણે 1.10 કલાક અને અમદાવાદ-કોલકાતા નો સમાવેશ થાય છે.
