ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કાલે તાબડતોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલ ખાતે તેમના પર કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. તબીબોના મતે પ્રદીપસિંહને ઓપરેશનથી મટી જાય તે પ્રકારનું કેન્સર છે. સોમવારે કરાયેલા ઓપરેશન પછી તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરોનું કહેવું છેે.
મળતી માહિતી પ્રમાણે સોમવારે ગૃહપ્રધાન પ્રદીપસિંહને સારવાર HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. ઓપરેશન પછી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમને ICUનાં રૂમ. નંબર-8માં રાખવામાં આવ્યાં છે.