ગુજરાતના પૂર્વ ખાણખનીજ મંત્રી એવા રોહિતભાઇ પટેલનું નિધન
થયું છે. તેઓ ને હદયરોગ નો હુમલો આવતા અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે .
રોહિત પટેલ 2014માં આણંદથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકારમાં ખાણ-ખનીજ વિભાગના મંત્રી બનાવામાં આવ્યાં હતા. રોહિતભાઇ ત્રણ વર્ષ સુધી મંત્રીપદ રહ્યા રહ્યાં હતા. રોહિતભાઇ પટેલના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યકત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલના અવસાનથી ખુબજ દુઃખ થયું છે, તેઓનું સામાજિક તથા ઔદ્યોગિક ક્ષેત્રે યોગદાન સરાહનીય રહ્યું છે. સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી.
