ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કરોડોના ગફલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ ACBની તપાસમાં કેટલીક વિગતો સામે આવી છે જેમાં વિપુલ ચૌધરીએ યુએસ અને કેનેડા અને અલાસ્કામાં મોટેલ તથા મકાનની ખરીદી કરી હોવાની વાત સામે આવી છે.
વિપુલ ચૌધરીએ પોતાની ગર્લફ્રેંડ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ્યા હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.
હવે ચૌધરીની વિદેશમાં મળેલી પ્રોપર્ટી અંગેની વાત બહાર આવતા એન્ટીકરપ્શન બ્યુરો EDને લેખિતમાં જાણ કરશે ત્યારે આગામી સમયમાં વિપુલ ચૌધરી કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં આવી જશે એમ મનાય રહ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે વિપુલ ચૌધરીને મહેસાણા ખાતે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે અને ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડની માંગણી કરશે.
મહત્વનું છે કે, વિપુલ ચૌધરી દુધ સાગર ડેરીના પુર્વ પ્રમુખ છે. તેઓ ઉત્તર ગુજરાતનાં ચૌધરી સમાજનો ચહેરો છે. શંકરસિંહ વાઘેલાની સરકારમાં વિપુલ ચૌધરી મંત્રી રહી ચુક્યા છે. તેઓ ભાજપ-રાજપા-કોંગ્રેસ-ભાજપમાં પાર્ટીમાં રહી ચુક્યા છે.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ચૌધરીએ ખુલ્લી રીતે સપોર્ટ કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ગાંધીગર, બનાસકાંઠામાં વિપુલ ચૌધરી પર પ્રભાવ છે ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થી રાજકારણ ગરમાયુ છે.