ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપે વ્યૂહરચના ગોઠવી છે અને યુપીથી ખાસ આગેવાનો કામે લાગ્યા છે અને આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીની પંજાબ અને ચંદીગઢ રાજ્યમાં સહ પ્રભારી તરીકે નિયુક્તી કરી છે.
ગુજરાતમાં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા સી.આર. પાટીલ અને મોવડીમંડળ કામે લાગ્યું છે અને સિનિયર નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી રહી છે આ બધા વચ્ચે એક વર્ષથી લગભગ નિષ્ક્રિય જણાતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધા કોર કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે.
સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા રૂપાણી ફરી સૌરાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થઈ જશે.
વજુભાઈ વાળાના માર્ગદર્શનમાં રૂપાણી અને આર.સી. ફળદુ ફરી સૌરાષ્ટ્રમાં પોતાના દાવપેચ અજમાવશે અને ટિકિટ નું ગણિત નક્કી કરી શકે છે.
આમ,સૌરાષ્ટ્રમાં ભાજપે હવે ફોક્સ વધાર્યું છે.