સાચુ ભારત ગામડાઓમાં વસેલુ છે, પરંતુ ગામડા શહેર જેવા હોતા નથી, તેમની આગવી ઓળખ હોય છે. આજે અમે તમને ભારતના એક એવા ગામ વિશે જણાવીશુ જે દેશના સૌથી ધનિક ગામડાંઓ પૈકીનું એક માનવામાં આવે છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ ગામનું નામ છે મધાપર, જે બેન્ક થાપણોના મામલે દુનિયાના સૌથી અમીર ગામડાંઓ પૈકીનું એક છે. લગભગ 7,600 મકાન ધરાવતા આ ગામમાં 17 બેન્ક આવેલી છે અને હાં, તમને એ જાણીને નવાઇ થશે કે આ તમામ બેન્કોમાં 92 હજાર લોકોના 5 હજાર કરોડ રૂપિયા જમા છે.
આ કમાલનું કારણ એ છે કે આ બેન્કોના ખાતાધારકો યુકે,અમેરિકા, કેનેડા અને દુનિયાના ઘણા અન્ય ભાગોમાં રહે છે. તેમણે એક ઉદાહરણ પૂરું પાડ્યુ છે કે કેવી રીતે પોતાના મૂળિયા સાથે જોડાઇને રહી શકાય અને ક્યારેય ભૂલી ન શકાય તેવુ પરિવર્તન લઇને આવે છે.
આ ગામના મોટાભાગના લોકો એનઆરઆઇ છે. પરંતુ તેમણે દેશની બહાર રહીને પણ ત્યાં નાણાં જમા કર્યા અને શાળા-કોલેજ, હેલ્થ સેન્ટર, મંદિર, ડેમ, તળાવનું નિર્માણ કરાવ્યુ. રિપોર્ટ્સ મુજબ 1968માં લંડમાં મધાપર વિલેજ એસોસિએશન નામના એક સંગઠનની સ્થાપના કરાઇ હતી, જેનો ઉદ્દેશ્ય ગામને સારુ બનાવવું અને વિદેશ ગયેલા લોકોને એકબીજા સાથે જોડવાનો છે.
આમ તો ગામડના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી જ છે. તેમનો પાક મુંબઇમાં મોકલાય છે. તે ઉપરાંત લંડન કોમ્યુનિટી સાથે જોડાઇ રહેવા માટે ગામમાં પણ એક ઓફિસ છે. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવાનો છે.