રાજ્યમાં લો પ્રેશરને લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,સૌરાષ્ટ્ર, દ. ગુજરાત, મધ્ય ગુજરાતમાં
ભારે વરસાદ પડવા સાથે આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. રાજ્યનાં 13 જળાશય હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
રાજ્યમાં ભારે વરસાદ અને તબાહીના દ્રશ્યો બાદ ઉપરથી ભારે વરસાદની અગાહીને લઈ PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે એની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી
રાજ્યમાં તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી એ વાતચીત કરી સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.