અમદાવાદઃ ગુજરાતની 6 મહાપાલિકાઓની ચૂંટણી માટે હાલ મતગણતરીઓ ચાલી રહી છે. જેમાં ભાજપે ફરી બાજી મારી છે તો કોંગ્રેસનો સદંતર રક્કાસ નીકળી ગયો છે. તો સૌથી મોટા પરિવર્તન તરીકે ગુજરાતની રાજનીતિમાં દિલ્હીની કેજરીવાલની આમ આદમી પાર્ટીની અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMની એન્ટ્રી થઇ છે.
સુરતમાં જ્યાં કેજરીવાલણીએ આમઆદમી પાર્ટીને 23 બેઠકો પર જીત મેળવી છે તો અમદાવાદમાં પણ એક નવી પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસલમીન (AIMIM)ને મોટી સફળતા મળી છે. અમદાવાદના 2 વોર્ડ મક્તમપુરા અને જમાલપુરમાં બેઠકો જીતી છે. AIMIMએ મક્તમપુરામાં આખી પેનલ જીતી 4 બેઠકો મેળવી છે તો જમાલપુરમાં 3 બેઠકો પર જીત મેળવી છે.
જો કોંગ્રેસની વાત કરીએ તો અમદાવાદના સરખેજ, ખાડિયા, જમાલપુર, મક્તમપુરા કોંગ્રેસના ગઢ ગણાતા હતા. જોકે, અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસનો એટલી હદે રક્કાસ થયો છે કે કોંગ્રેસે પોતાના પારંપરિક મુસ્લિમ બહુમતી ધરાવતા આ વિસ્તારો ગુમાવવા પડ્યા છે.
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. વોર્ડ નંબર 4માં આપના કુંદનબેન કોઠીયા સહિતના ઉમેદવારો વિજયી બન્યા છે. જ્યારે કે વોર્ડ નંબર 16માં વિપુલ મોવલિયા સહિતના ઉમેદવારોની જીત થઇ છે. તો સાથે સાથે, વોર્ડ નંબર 4 પર પણ આપની પેનલનો ભવ્ય વિજય થયો છે. તો, સુરતના વોર્ડ નં 16માં આમ આદમી પાર્ટીની આખીયે પેનલ વિજેતા બની છે.