ગુજરાતના તમામ કારખાનાં (ઉદ્યોગ)ના મૂલ્યમાં વધારો થઇ રહ્યો છે. દેશના વિવિધ ઉદ્યોગોની વાર્ષિક મોજણીના આંકડા પ્રમાણે રાજ્યમાં હાલની સ્થિતિએ 27,000 જેટલા મોટા અને મધ્યમ કારખાનાં છે જે 18 લાખ લોકોનો રોજગારી પુરી પાડે છે.
આ કારખાનાઓમાં સ્થાયી મૂડીની રકમ 7 લાખ કરોડ રૂપિયા છે અને ઉત્પાદનનું મૂલ્ય 14 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં 1.80 લાખ કરોડ રૂપિયાનું ચોખ્ખું મૂલ્ય ઉમેરાયું છે.આ કારખાનાં મુખ્યતેવ કોલસો, પેટ્રોલિયમ પેદાશો, રસાયણ અને રાસાયણિક પેદાશો, ફાર્માસ્યુટીકલ દવા, કાપડ, યંત્ર સામગ્રી, મૂળ ધાતુનું ઉત્પાદન તેમજ ખનીજ પેદાશોનું ઉત્પાદન કરે છે.
કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કારખાનાં કાપડ ઉદ્યોગમાં આવેલા છે. આ સેક્ટરમાં ત્રણ લાખ કારીગરો કામ કરી રહ્યાં છે. આખા દેશમાં કુલ કારખાનાંની સંખ્યા 2.50 લાખ થવા જાય છે જેમાં 1.50 કરોડ લોકો રોજગાર મેળવી રહ્યાં છે.
33 લાખ કરોડ રૂપિયાની કુલ મૂડી છે જેની સામે 74 લાખ કરોડનું ઉત્પાદન મૂલ્ય નોંધાયું છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 11.45 લાખ કરોડ રૂપિયાનું ચોખ્ખુ મૂલ્ય ઉમેરાયું છે જેમાં ગુજરાતનો નોંધપાત્ર હિસ્સો જોવા મળે છે.