તુર્કીમાં આવેલા ભૂકંપે વિશ્વભરમાં ભારે ચર્ચા જગાવી છે અને તારાજી જોઈને લોકો ફફડી ઉઠ્યા છે ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં પણ તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના ભેદી આંચકા આવી રહયા છે.
કચ્છમાં આંચકા આવ્યા બાદ સુરતમાં 3.8ની તીવ્રતા નો ભૂકંપ આવવાની ઘટના બાદ મોડી રાત્રે 2.45 વાગ્યે ફરી તલાલામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે.
ગીર સોમનાથમાં તલાલામાં આવેલ આ ભૂકંપના આંચકો 2.3 ની તીવ્રતાનો હોવાનું અને તેનું ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાના ગામ્ય વિસ્તારથી દુર હોવાનું નોંધાયું છે.
સુરત અને ત્યાર બાદ દુધઈમાં ભૂકંપના આંચકા આવ્યા બાદ ફરી આજે ગીર સોમનાથ, તલાલામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભારે ગભરાટ જોવા મળ્યો હતો.
આમ ગુજરાતમાં ભૂકંપના ઉપરા ઉપરી આવી રહેલા આંચકાને લઈ ભૂગર્ભમાં મોટી હલચલના એધાણ વર્તાય રહયા છે અને તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં જે રીતે આંચકા આવી રહયા છે તેનાથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.