કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહ્યું હોવાના તાજા અહેવાલો છે.
ગુજરાતમાં નવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
મહત્વનુ છે કે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર જીત હાંસલ કરી છે અને કોંગ્રેસના દાંડિયા ડુલ થઈ ગયા હતા.
અગાઉ 2017માં ગુજરાતમાં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. કોંગ્રેસ દ્વારા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે જ્યારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા છે,હવે ગુજરાતમાં કોંગ્રેસ ફરી પ્રદેશ અધ્યક્ષ બદલીને પોતાનો સિક્કો મજબૂત કરવા પ્રયાસો કરશે.
આમ કોંગ્રેસના યુવા નેતા પરેશ ધીરજલાલ ધાનાણી ફરી એક વખત ભારે ચર્ચામાં આવ્યા છે અને ગુજરાતનું સુકાન તેમને સોપાય તેવી અટકળો વેગવંતી બની છે.