ગુજરાત હવે કોરોના મહામારીના ભરડામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યુ છે. રાજ્યમાં દૈનિક કોરોનાના નવા કેસોની સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. ગુજરાતમાં મંગળવારે સમાપ્ત થયેલા છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે. જે છેલ્લા 90 દિવસ પછી માર્ચ બાદના સૌથી ઓછા કેસ છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત 11 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 2122 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 96.98 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,955 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 58 હજાર 797 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 14 હજાર 724 એક્ટિવ કેસો, 351 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 14 હજાર 373 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,955 એ પહોંચી છે.