કોરોના મહામારીની ત્રીજી લહેરનો ખતરો તોટાઇ રહ્યો છે અને તેનાથી બચવા લોકો કોરોના વેક્સીન મુકાવવા માટે પડાપડી કરી રહ્યા છે જો કે ગુજરાતમાં રસીનો જથ્થો ઓછો પડી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. કારણ કે ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકારે રસીકરણ કાર્યક્રમ અંગે મોટો નિર્ણય લેતા રાજ્યમાં સપ્તાહ દરમિયાન બે દિવસ રસીકરણ બંધ રાખવાનુ નક્કી કર્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા કરાયેલી સ્પષ્ટતા મુજબ હવે ગુજરાતમાં સપ્તાહના બે દિવસ બુધવાર અને રવિવારે કોરોના રસીકરણ અભિયાન સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એમ સળંગ ત્રણ દિવસ રાજ્યમં રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યુ હતુ.
કોરોના મહામારી કારણે આરોગ્ય વિભાગની તમામ રજાઓ રદ કરીને વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી… પરંતુ હાલ કેસ ઘટયા છે જેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમના પરિવાર સાથે સમય વિતાવે તે માટે રવિવારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ રજા જાહેર કરી છે.. જેથી વેકસીન પ્રકિયા રદ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારાનો આંક હવે ૬૫ લાખને પાર થઇ ગયો છે. વેક્સિન લેવા માટે માન્ય ઉંમરની વસતી ગુજરાતમાં ૪.૮૯ કરોડ છે. આ પૈકી ૨.૧૮ કરોડ વેક્સિનનો એક ડોઝ જ્યારે ૬૫.૧૩ લાખ લોકો વેક્સિનના બંને ડોઝ લઇ ચૂક્યા છે.
ગુજરાતમાંથી ૧૮થી ૪૪ના વયજૂથમાંથી ૧.૧૪ કરોડ, ૪૫થી ૬૦ વયજૂથમાં ૯૪.૯૯ લાખ જ્યારે ૬૦થી વધુ વયજૂથમાં ૭૩.૯૮ લાખ લોકો કોરોના વેક્સિનથી સુરક્ષિત થઇ ચૂક્યા છે. રાજ્યમાં મહિલા કરતાં પુરુષોમાં વેક્સિનેશનનું પ્રમાણ ૧૦% વધારે છે. જેમાં ૧.૫૪ કરોડ પુરુષ અને ૧.૨૯ કરોડ મહિલાનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૩૨.૩૪ લાખ અને ડાંગમાંથી સૌથી ઓછું ૬૮૦૨૫નું વેક્સિનેશન થયું છે.
ગુજરાતમાં વેક્સિન લેવા માટે માન્ય ઉંમરની ૧૩.૩૫% વ્યક્તિ ફૂલ્લી વેક્સિનેટેડ છે. વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવાયો હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથો ક્રમ ધરાવે છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૩.૨૦ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૨.૯૦ કરોડ સાથે બીજા, રાજસ્થાન ત્રીજા સ્થાને છે.