ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જાય છે. ગુજરાતમાં 21 એપ્રિલ, 2021 બુધવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ નવા 12553 કેસ આવ્યા છે, જ્યારે આ વાયરસથી છેલ્લા 24 કલાકમાં 125 લોકોના મોત પણ થયા છે.
રાજ્યમાં હાલ કુલ કેસની સંખ્યા હવે 4,40,731 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,50, 856 દર્દીઓ આ વાયરસથી સાજા થઈ ગયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 84,126 છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યાંક 5740 થઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,07,16,536 લોકોને કોરોના વિરુદ્ધ રસી આપવામાં આવી છે.
કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યાંક 5740 થઈ ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,07,16,536 લોકોને કોરોના વિરુદ્ધ રસી આપવામાં આવી છે.