ગુજરાત એટીએસ ને મોટી સફળતા હાથ લાગી છે અને ગુજરાત માં મોટાપાયે વિદેશી હથિયારો ના કાળા કારોબાર નો પર્દાફાશ કર્યો છે, ગુજરાત એટીએસ ની ટીમે 50થી વધુ વિદેશી આધુનિક હથિયારો રિકવર કર્યા છે. વિદેશી આધુનિક હથિયારો ની ડીમાન્ડ સૌરાષ્ટ્ર અને અમદાવાદ માં હોવાની વાત સામે આવી છે અને મોરબી, ભાવનગર, કચ્છ, અમરેલી અને અમદાવાદમાં વેચાયેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનામાં 5 કરતા વધુ આરોપીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જે હથિયારો કબજે લીધા છે તેની તપાસ કરતા મોટાભાગના તમામ હથિયારો વિદેશી હોવાનું સામે આવ્યું છે. આ વિદેશી હથિયારોનું કન્સાઈમેન્ટ કોના માટે ગુજરાતમાં આવ્યું હતું? અને અસામાજિક તત્વોનો ઉદ્દેશ્ય શું હતો? આગામી સમયમાં વિદેશી હથિયાર નો ઉપયોગ ક્યાં કરવાના હતા? વગરે મુદ્દે તપાસ થશે હાલ ગુજરાત એટીએસ દ્વારા 5 લોકોની ધરપકડ કર્યા બાદ હાલ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે .
