અમદાવાદઃ ગુજરાતમાં શિયાળા અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હાલ ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાને લીધે ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી. રાજ્યમાં આગામી દિવસોમાં પવનોની ગતિ 40 થી 50 કીમીની ઝડપે રહેવાની શકયતા છે. ઝડપી પવનની સાથે-સાથે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ પણ યથવાત રહેવાની શક્યતા છે. ઉપરાંત માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં પવનની ગતિ રહેતા વાતાવરણનું તાપમાન ઘટી રહ્યુ છે.
ઉલ્લેખનિય છ કે, હાલ કાશ્મિર-હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને પૂર્વ ભારતમાં વાવાઝોડાને લીધે ગુજરાત સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો નીચે આવવાની સાથે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
તેમાં હાલ કોરોના મહામારી દરમિયાન લોકોએ શિયાળીની સિઝનમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.